લોકરક્ષક ભરતી બોર્ડમાં 20% વેઈટિંગ લિસ્ટ બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ણય
Live TV
-
ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ વિવિધ સંવર્ગોની ભરતીઓમાં ૨૦ ટકા વેઇટીંગ લીસ્ટ બનાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
▪લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ વિવિધ ભરતીઓમાં ૨૦ ટકા વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવશે : ગૃહ મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા
▪સામાન્ય વહીવટ વિભાગના પ્રવર્તમાન નિયમોમાં છૂટછાટ આપીને ખાસ કિસ્સામાં ભરતીની છૂટ આપતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
▪રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ૧.૨૦ લાખ યુવાનોને સરકારી નોકરી આપી
▪ગહ વિભાગ દ્વારા છેલ્લા ૧૧ વર્ષમાં ૬૭ હજારથી વધુ યુવાનોને સરકારી સેવામાં જોડ્યાવધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સામાન્ય વહીવટ વિભાગની પ્રવર્તમાન સૂચનાઓ મુજબ કોઇ એક જ સંવર્ગ માટે પરીક્ષાઓ યોજાતી હોય માત્ર તેવા પ્રસંગોએ જ અત્યાર સુધી વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવતું હોય છે. પરંતુ, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં એક થી વધુ સંવર્ગની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી.
જેથી લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી - ૨૦૧૯માં લેવાયેલ પરીક્ષાનું વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવેલ ન હતું. આ બાબતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆતો થતા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ યુવાનોને સરકારી સેવામાં તક મળે એ માટે આવા નિયમોમાંથી છૂટછાટ આપીને ગૃહ વિભાગ દ્વારા લેવાયેલ આ પરીક્ષામાં ખાસ કિસ્સામાં આ વેઇટીંગ લીસ્ટ બનાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
