સોનગઢના ગુલસદા ખાતે એકલ વિદ્યાલયનો CM રૂપાણીએ કરાવ્યો પ્રારંભ
Live TV
-
એકલ વિદ્યાલયની સ્થાપના આજથી 30 વર્ષ પૂર્વે કરવામાં આવી હતી.
તાપી જિલ્લાના સોનગઢમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે એક લાખમી એકલ વિદ્યાલયનું ઉદઘાટન કરાયું હતું. જેમાં દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાંથી પણ એકલ વિદ્યાલયના આચાર્યો અને એકલ સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વીડિયો કોન્ફરન્સ થકી ઉપસ્થિત લોકોને સંબોધ્યા હતા.
ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા લોકોમાં અને ખાસ દેશના ભાવિ એવા બાળકોનું ,ઘડતર કરવા એકલ વિદ્યાલયની સ્થાપના આજથી 30 વર્ષ પૂર્વે ,કરવા માં આવી હતી. એકલ અભિયાનના અવિરત પ્રયાસોથી અત્યાર સુધી 99,999 એકલ વિદ્યાલયો ભારતભરમાં કાર્યરત છે.
જ્યારે આજે 6 ડિસેમ્બરના રોજ પંચમહાલ જિલ્લાના કાસુડી ગામમાં એક લાખ એકલ વિદ્યાલય પુર્ણ થતા આ સમારંભ પ્રસંગે મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ ના માધ્યમ થી ,સંબોધન કર્યું હતું.
