વડતાલ સ્વામીનારાયણ મંદિરનો યાત્રાધામમાં સમાવેશ
Live TV
-
મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ પ્રસિદ્ધ સ્વામિનારાયણ તીર્થધામ વડતાલની મુલાકાત દરમિયાન મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. વડતાલ સ્વામિનારાયણ તીર્થધામને પવિત્ર યાત્રાધામોની યાદીમાં સમાવેશ કરાશે. તેથી હવે પવિત્ર યાત્રાધામો અંબાજી, ડાકોર, સોમનાથ, દ્વારકા, પાલીતાણાની જેમ વડતાલનો પણ પવિત્ર યાત્રાધામ બોર્ડ અંતર્ગત વિકાસ કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડતાલમાં 2 કરોડ 36 લાખના ખર્ચે નવનિર્મિત બસ મંદિર બસમથકનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ સ્વામિનારાયણ ધામમાં તેમની રજત તુલામાં મળેલી ચાંદીની વેચાણ રકમ વડતાલ સ્વામિનારાયણ ધામ સંચાલિત હોસ્પિટલમાં સુવિધાઓ વિકાસ કામો માટે આપવાની પણ જાહેરાત કરી હતી
