વડોદરાઃ કોરોના માટે મ્યુનિ. કોર્પો. કાઉન્સિલરોના બજેટમાંથી અઢી લાખ અને મેયરના ક્વોટામાંથી 15 લાખની ફાળવણી
Live TV
-
વડોદરામાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. ત્યારે શહેરમાં દર્દીઓને જરૂરી એવા સાધનો ઉપલબ્ધ થાય અને હોસ્પિટલમાં વધુ સુવિધા ઉભી કરી શકાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલરોના બજેટમાંથી અઢી લાખ અને મેયરના ક્વોટામાંથી 15 લાખની ફાળવણી કરવામાં આવી છે. આ અંગે વડોદરાના મેયર કેયૂર રોકડિયાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે કુલ 2 કરોડની રકમ એકત્રિત કરવામાં આવશે. જેમાંથી ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ લેબ સુવિધા સરકારી હોસ્પિટલોની જરુરિયાત પ્રમાણેના આધુનિક સાધનોની ખરીદી કરવામાં આવશે.
