વડોદરા ખાતે સીએસઆર સમિટ-2018નું ઉદ્ઘાટન
Live TV
-
વડોદરા ખાતે આયોજીત બે દિવસીય ગુજરાત સીએસઆર સમીટ 2018 નું ઉદ્દઘાટન કેન્દ્રીયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. કોર્પોરેટ સીટીઝન અને એમ.એસ. યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટી દ્વારા સંયુક્તપણે આયોજીત આ સમિટમાં સીએસઆર ક્ષેત્રે સારી કામગીરી દાખવનાર સંસ્થાઓ અને વ્યક્તિ વિશેષને સન્માનવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પત્રકારોને જણાવ્યું હતું કે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલીટીએ ભારતીયોના DNAમાં છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કૃષિ ઉત્પાદનના વેસ્ટમાંથી બાયોફ્યુઅલનું ઉત્પાદન કરવાની દિશામાં કેન્દ્ર સરકાર કામગીરી કરી રહી છે.
