વડોદરા-ચરસના જથ્થા સાથે પરપ્રાંતીય યુવક ઝડપાયો
Live TV
-
પોલીસે NDPS હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી
વડોદરા મધ્યસ્થ એસટી ડેપો પરથી ચરસના જથ્થા સાથે, એસઓજી તેમજ સંયાજીગંજ પોલીસે પરપ્રાંતીય યુવકને ઝડપી પાડ્યો છે. એસટી ડેપો ખાતે ખાનગી સુરક્ષા કર્મચારીએ ડેપો બહાર જતા બે ઇસમના સામાનની તપાસ કરતા. તેઓ નાસવા લાગ્યા હતા. જેનાથી એકને ઝડપી લેવામાં સફળતા મળી છે. આ ઇસમના સામાનમાંથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે NDPS હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઝડપાયેલ ઇસમ જમ્મુ-કાશ્મીરના અનંતનાગનો ફીરદોશ અહેમદ ગુલામહસન વાણી હોવાનું ખુલ્યું છે. ઝડપાયેલા જથ્થાની કિંમત રૂપિયા છ લાખ થવા જાય છે.
