વડોદરા દુષ્કર્મ કેસના બંને આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી કાઢ્યા
Live TV
-
વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા દુષ્કર્મ કેસના બન્ને આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પકડી પાડ્યા છે. બન્ને આરોપીઓએ વડોદરાના નવલખી મેદાન પાસેથી સગીરાનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ બન્ને આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા ગત રાત્રે વડોદરાના તરસાલી વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાંચના સ્પેશ્યિલ કમિશ્નર અજય તોમરે પત્રકારોને જણાવ્યું કે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા વિવિધ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી પાડવા માટે અભિયાન હાથ ધરાયું હતું.
હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી, ટેક્નીકલ સર્વેલન્સ અને મોબાઇલ લોકેશનના આધારે આ આરોપીઓની ભાળ મળી હતી. ઝડપાયેલા આરોપી કિશન કાળુભાઈ માથાસુરીયા અને જશો વનરાજ સોલંકીને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા વડોદરા શહેર પોલીસને સોંપી દેવામાં આવશે, જે બાદ આગળની કાર્યવાહી વડોદરા પોલીસ કરશે.
