Skip to main content
Settings Settings for Dark

વરસાદી માહોલ વચ્ચે ચાલી રહ્યું છે જૂનાગઢ મહાનગર પાલિકાનું મતદાન

Live TV

X
  • આજે જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડ અને 60 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલ મતદાન સાંજના પાંચ વાગ્યા સુધી ચાલશે. આજના મતદાન માટે 277 મતદાન બુથો પર કુલ 2.38 લાખ મતદારો નોંધાયેલા છે. જ્યારે મતદાનની પ્રક્રિયા માટે તંત્ર દ્વારા 1306 પોલીંગ સ્ટાફ અને પાંચ SRPની કંપની સહિત કુલ 1800 પોલીસ કર્મીઓનો કાફલો તહેનાત કરાયો છે. 60 બેઠકો માટે કુલ 159 ઉમેદવારોના ભાવિ આજે EVMમાં કેદ થશે. મતગણતરી 23મી જુલાઈના રોજ કૃષિ યુનિવર્સિટી ખાતે હાથ ધરવામાં આવશે. મળતી માહિતી મુજબ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 35 ટકા જેટલું મતદાન થયું હોવાનું જાણવા મળ્યું છે. વરસાદ બંધ થતાં લોકોમાં મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

    આજે જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડ અને 60 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. તેની સાથે સાથે રાજ્યમાં કેટલાક સ્થળોએ જિલ્લા પંચાયતની બે-ત્રણ બેઠકો માટેની ચૂંટણી પણ ચાલી રહી છે. જેમાં ભાજપ - કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કરવાળી નવસારી જિલ્લા પંચાયતમાં ખાલી પડેલી ખેરગામ બેઠક માટે મતદાન થઇ રહ્યું છે. અહીં કોંગ્રેસના ઇશ્વર પટેલ સામે ભાજપાના પ્રશાંત પટેલ મેદાનમાં ઉતર્યાં છે. એ જ રીતે જામનગરની જિલ્લા પંચાયતમાં ચેલા જિલ્લા પંચાયત અનામત બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 12 ગામોમાં 28 મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. આ બેઠક માટે ભાજપ- કોંગ્રેસ અને અન્ય એક એમ ત્રણ ઉમેદવારો લડી રહ્યાં છે અને એમનું ભાવિ 22 હજાર 500 મતદારો નક્કી કરશે. ગાંધીનગર મહાનગર પાલિકાની વોર્ડ નંબર 3ની પણ આજે પેટા ચૂંટણી ચોજાઈ રહી છે. જેમાં 18 હજાર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગાંધીનગરના મેયર પ્રવિણ પટેલે મેયર પદેથી અને સામાન્ય સભ્ય પદેથી રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. તો ધનસુરા-2 તાલુકા પંચાયત સદસ્યની આજે ચાલી રહેલી પેટાચૂંટણીમાં બંને પક્ષ તરફથી મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply