Skip to main content
Settings Settings for Dark

વલસાડ : ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા નાઇટ વેક્સિનેશન અભિયાન હાથ ધરાયું

Live TV

X
  • વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા નાઇટ વેક્સિનેશન અભિયાન હાથ ધરાયું છે. નોકરી-રોજગાર માટે બહારગામ જતાં-આવતા લોકો રસીકરણથી વંચિત ન રહી જાય, તે માટે આ કામગીરી હાથ ધરાઇ છે. વલસાડ જિલ્લામાં 45થી વધુ ઉંમરના લોકોનું વેક્સિનેશન ચાલી રહ્યું છે. પરંતુ ધરમપુર અને કપરાડા તાલુકામાં નોકરી રોજગાર માટે બહાર ગામ જતાં કારીગરોને વેક્સિનેશનનો લાભ મળતો ન હતો. ત્યારે આ લોકોને રસી આપવા માટે કલકેટરે આરોગ્ય વિભાગને સૂચના આપી હતી.ત્યારે આરોગ્ય વિભાગની ટીમે આવા લાભાર્થીઓ માટે ખાસ નાઇટ વેક્સિનેશન અભિયાન શરૂ કર્યું છે. મહત્વનું છે કે, વલસાડના ધરમપુર અને કપરાડા તાલુકાના ગામોમાં દિવસે ગ્રામજનો બહારગામ નોકરી અને રોજી-રોટી માટે જતા હોવાનું સર્વે દરમિયાન જાણવા મળ્યું હતું...ત્યારે 45થી વધુ ઉંમરના લોકો માટે વેક્સિનેશનમાં વધારો કરવા આરોગ્ય વિભાગે આ વિસ્તારોમાં નાઇટ વેક્સિનેશન કરાવી અનોખી પહેલ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply