વાઇબ્રન્ટ સમિટ 2019 સંદર્ભે CM રૂપાણીએ મુંબઈના ઉદ્યોગકારો સાથે કરી મુલાકાત
Live TV
-
રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વાઇબ્રન્ટ સમિટ 2019ના અનુસંધાને ,મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, આજે મુંબઈ ની મુલાકાતે છે. મુખ્યમંત્રીસાથેની વન-ટુ-વન બેઠકના પ્રથમ તબક્કામાં આજે તાતા સન્સ લિમિટેડ, આર પી જી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ, હીરાનંદાની ગ્રુપના સંચાલકોએ મળીને ગુજરાતમાં તેમના પ્રોજેક્ટના ભાવિ રોકાણો માટે ફળદાયી પરામર્શ કર્યો હતો.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મુંબઇ ખાતે જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ હવે ઇન્કલુઝિવ ગ્રોથથી આગળ વધીને ગ્લોબલ ચેલેન્જના મંથન તથા સમાધાન માટેની એક વૈશ્વિક મંચ બની ગઇ છે. ગુજરાતની આગવી વૈશ્વિક ઓળખ સમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવમી કડી ૨૦૧૯માં યોજાશે તે પૂર્વે મુખ્યમંત્રી રૂપાણીએ મુંબઇમાં ઉદ્યોગ-વેપાર જગતના અગ્રણીઓ સાથે કર્ટેઇન રેઇઝર ઇન્ટરએકટીવ મીટ યોજી હતી.
અહીં તેમણે જણાવ્યું હતું કે મુંબઇ દેશની આર્થિક રાજધાની છે તો ગુજરાત ભારતનું મેન્યુફેક્ચરિંગ હબ છે. ગુણવત્તાયુક્ત અને સુખી જીવનનો આનંદ અમીર-ગરીબ સૌને સમાન રીતે મળે તે ગુજરાતના સર્વગ્રાહી વિકાસ વિઝન સાથે સુનિશ્ચિત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ વખતે વાયબ્રન્ટમાં ભારત જ નહીં પણ આખી દુનિયા નવી નવી ટેક્નોલોજી અને કન્સેપ્ટ્સને પ્રથમવાર જ જોશે.
તથા દરેક ગુજરાતીની સાથોસાથ પ્રત્યેક ભારતીય માટે પણ નવી આશાઓ અને અવસરોનો ખજાનો લઇને આવશે તેમ કહેતા તેમણે ગુજરાતમાં મુડી રોકાણ તેમજ ઔદ્યોગિક રોકાણો માટે મુંબઇના વેપાર-ઉદ્યોગકારોને આમંત્રણ પાઠવ્યું હતું.
