વિજાપુરના ફલુ ગામેથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા એકતા યાત્રા નો પ્રારંભ કરાવ્યો
Live TV
-
સાબરમતી નદીમાં ચેકડેમ બનાવવાની જાહેરાત કરી
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફલુ ગામેથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા એકતા યાત્રા નો પ્રારંભ કરાયો હતો. એકતા યાત્રા જિલ્લાના જુદા જુદા ગામોમાં યાત્રાનો સંદેશ લોકો સુધી પહોંચાડશે. આ પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાને વિજાપુર તાલુકાના ખેડૂતોના હિત માટે તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદીમાં ચેકડેમ બનાવવાની જાહેરાત કરી છે. જે ચેકડેમ બનતા તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે સારો લાભ થવાની આશા સેવાઈ છે. જ્યારે આગામી દિવસોમાં ચેકડેમનો model પણ તૈયાર થઈ જશે.
