વિશ્વચકલી દિવસ ઉજવવા તૈયારીઓ શરૂ કરાઇ
Live TV
-
મોરબીના યુવાનો દ્વારા છેલ્લા પાંચેક વર્ષથી ચકલી બચાવો અભિયાનના ભાગ રૂપે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવે છે.
૨0 મી માર્ચનો દિવસ વિશ્વચકલી દિવસ તરીકે સમગ્ર વિશ્વમા આગવી રીતે ઉજવાતો હોય છે. ત્યારે મોરબીના યુવાનો દ્વારા છેલ્લા પાંચેક વર્ષથી ચકલી બચાવો અભિયાનના ભાગ રુપ એક વિશેષ અભિયાન હાથ ધરે છે. જેના ભાગરુપે મકરસંક્રાંત જેવા તહેવાર પર પતંગ ના સ્ટોલ મા પતંગ વેચાણ કરી જે આવક થાય તેમાથી ચકલી માટેના માળા બનાવાયછે અને તેનુ નિશુલ્ક વિતરણ કરવામા આવેછે.એક હજાર માળા થી શરુ કરાયેલ આ અભીયાન આજે દશ હજાર માળાના વિતરણ સુધી પહોચ્યુછે. મોરબી સામા કાઠા વિસ્તારના લકી ગ્રુપ ના યુવાનો, એક સમયે શેરી ગલીઓ અને ઘર મા ચકલીઓ ના કલબલાટ કે ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગના દાણાો વાળી દાદા દાદી પાસે બેસી સાંભળવા મળતી વાર્તાના યુગની જેમ હવે ચકલી જેવી પ્રજાતી નામશેષ બને તે પહેલા તેના બચાવ માટે અભિયાન ચલાવી રહ્યાં છે. તાજેતરમા જ મોરબી પાસે ના બેલા ખોખરા હનુમાનજીની જગ્યામા પ્રથમ મહીલા મહામંડલેશ્વર કનકેશ્વરીદેવી ની કથા મા પ્ણ મોરબીના સેવાભાવી યુવાનો દ્વારા નિશુલ્ક ચકલીના માળા નુ વિતરણ કરવામાં આવેલ. ઉલ્લેખનીયછેકે મોરબીના યુવાનો કે જેમાં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓ થી લઈ વેપાર વાણીજય,ઊધ્યોગ ધંધા સાથે જોડાયેલ યુવાનો પણ મોડી રાત્રી સુધી ચકલીના માળા બનાવતા હોયછે. આવી સેવાકીય પ્રવૃતીમા અનેરા આનંદ સાથે લુપ્ત થાતી પ્રજાતી બચાવ વૈશ્વિક અભિયાનમા પોતાનુ યોગદાન આપી આ યુવાનો અન્ય માટે પણ પ્રેરણા રુપ પ્રવૃતિ કરી રહયાછે.