Skip to main content
Settings Settings for Dark

વિસનગરના કોરોના દર્દીઓની મદદ માટે સ્થાનિક ધારાસભ્ય આગળ આવ્યા

Live TV

X
  • મહેસાણા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કોરોના દર્દીઓ માટે સ્થાનિક ધારાસભ્ય, સેવાભાવી લોકો મદદ માટે આગળ આવ્યા છે. જે અંતર્ગત ધારાસભ્ય અને સેવા ભાવી લોકોના સહયોગથી વિસનગર સિવિલ ખાતે 12 હજાર લિટરની ક્ષમતાવાળા ઓક્સિજન પ્લાન્ટ્ની સ્થાપના થશે. આગામી 3 અઠવાડિયામાં આ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે. જ્યારે સ્થાનિક ધારાસભ્યે આરોગ્યલક્ષી સેવાઓમાં વધારો કરવા માટે રૂ.35 લાખની ગ્રાન્ટ ફાળવી છે. તેમાંથી વિસનગર સિવિલને એમ્બ્યુલન્સ, ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને અદ્યતન બેડની સુવિધા પ્રાપ્ત થશે. તો IMA અને સરકારી તબીબોના સહકારથી ગામડે ગામડે કોરોનાની તપાસ અને સારવાર શરૂ કરવામાં આવી છે. તબીબો દ્વારા વિવિધ ગામના 4 હજાર 500 લોકોની તપાસ કરી દવાની કીટ અર્પણ કરાઈ હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply