શિક્ષણની નવી નીતિ બનાવવા માટે બેઠક મળી
Live TV
-
GCERTC અને ગાંધીનગર સાથે જોડાયેલા લોકોની ચિંતન બેઠક યોજાઈ
કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણની નવી નીતિ બનાવવા માટે રાજ્યમાં ડ્રાફ્ટ મોકલ્યો હતો. તેને લઇને ગઇકાલે જીસીઇઆરટીસી, ગાંધીનગર ખાતે શિક્ષણ સાથે જોડાયેલા લોકોની ચિંતન બેઠક યોજાઇ હતી. જેમાં શિક્ષણ નીતિને લઇને ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં શિક્ષણવિદો દ્વારા પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણને લગતી નીતિનું પ્રેઝન્ટેશન રજૂ કરીને મુખ્યમંત્રી સમક્ષ શિક્ષણ નીતિની બ્લુ પ્રિન્ટ રજૂ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય જે રીતે ઔદ્યોગિક ક્ષેત્રમાં આગળ છે તેવી રીતે શિક્ષણ ક્ષેત્રમાં પણ આગળ આવે તેમજ શિક્ષણમાં વિદ્યાર્થી અને શિક્ષણ કેન્દ્રીત નીતિ હોવી જોઇએ.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ શિક્ષણવિદોને રાજ્ય સરકાર તરફથી જોઇતી મદદની ખાતરી આપી હતી. અને ડ્રાફ્ટમાં હજુ કોઇ સુધારો વધારો કરવો હોય તો તેના અંગેના સૂચનો ઇ-મેઇલ દ્વારા જણાવી શકે છે.આ પ્રસંગે શિક્ષણવિદ વિદ્યુત જોષીએ પણ ઉપસ્થિત રહીને શિક્ષણને લઇને પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરીને શિક્ષણ નીતિમાં સૂચન કર્યું હતું.
