Skip to main content
Settings Settings for Dark

શેફ સંજીવ કપૂર બન્યા કોરોના વોરિયર્સ માટે “અન્નપૂર્ણા”

Live TV

X
  • બે દિવસ અગાઉ દેશના પ્રતિષ્ઠિત શેફ સંજીવ કપૂર દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને ભોજન વ્યવસ્થા અંગેનો પ્રત્સાવ મૂકવામાં આવ્યો હતો.

    કોરોના મહામારીમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ પ્રવર્તમાન સ્થિતિમાં મદદરૂપ થવા અને સેવાયજ્ઞમાં જોડાવવા આગળ આવી રહી છે.નિ:સ્વાર્થપણે કોરોનાગ્રસ્ત દર્દીઓ,કોરોનાની સારવારમાં લાગેલા હોસ્પિટલ તંત્ર, કોરોના વોરીયર્સને યથાશક્તિ પ્રમાણે મદદરૂપ બની રહી છે. દેશના પ્રતિષ્ઠિત સેફ શ્રી સંજીવ કપૂર પણ આ સેવાયજ્ઞમાં જોડાયા છે. સમગ્ર ગુજરાતમાંથી એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં મદદ માટે સંમંતિ દર્શાવી છે. સંજીવ કપૂર અન્ય સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં રાઉન્ડ ઘ ક્લોક કાર્યરત તબીબો માટે અન્નપૂર્ણા બન્યા છે.તેઓએ ગુજરાતના અમદાવાદ શહેરમાં ૧૨ શેફની નિમણૂક કરી સિવિલ હોસ્પિટલના તબીબો માટે ત્રણ ટાઇમ જમવાની વ્યવસ્થાનું બીંડુ ઉપાડ્યુ છે.

    તેઓનું માનવું છે કે, કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં રાઉન્ડ ધ ક્લોક સેવા આપી રહેલા તબીબોને સમયસર ગુણવત્તાયુક્ત ભોજન મળી રહેશે તો તેમનામાં નવઉર્જાનો સંચાર થશે.તેઓ વધુ ઉત્સાહભેર કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રુષા કરી શકશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી આ અંગે કહે છે કે, બે દિવસ અગાઉ દેશના પ્રતિષ્ઠિત સેફ શ્રી સંજીવ કપૂર દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને ભોજન વ્યવસ્થા અંગેનો પ્રત્સાવ મૂકવામાં આવ્યો હતો.જે અમારા હોસ્પિટલ તંત્ર દ્વારા સ્વીકારીને તેમની સેવાભાવનાને બિરદાવવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply