શ્વેતક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીશ કુરિયનની 98મી જન્મજયંતિની ઉજવણી
Live TV
-
વારાસણીથી 50 બાઇક સવારો આણંદ પહોંચ્યા, ટ્રોફી આપી સન્માન કરાયું
આજે શ્વેતક્રાંતિના પ્રણેતા ડૉ.વર્ગીશ કુરિયનની 98મી જન્મજયંતિને લઈ અમુલ દ્વારા નેશનલ મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વારાણસીથી 50 જેટલા બાઈક સવારો આણંદ આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. અમુલ ડેરી, ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, એનડીડીબીના ઉપક્રમે એન.ડી.ડી.બી ખાતે શ્વેતક્રાંતિના પ્રણેતા ડૉ. કુરીયનને યાદ કરી બાઇક સવારોને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.મહત્વનું છે કે, આ બાઈક સવારોએ 15મી નવેમ્બરે વારાણસીથી પોતાની યાત્રાની શરૂઆત કરી હતી.જે આજે આણંદમાં પૂર્ણ થઈ હતી.સાત દિવસના 2500 કિલોમીટરના પ્રવાસ દરમિયાન ડૉ. વર્ગીશ કુરિયનની જીવની રજૂ કરવામાં આવી હતી. ભારતના કરોડો ખેડૂતોના જીવનમાં જે દૂધ ક્રાંતિને કારણે પરિવર્તન આવ્યું હતું તેની સમજ આપવામાં આવી હતી
