સચિવાલયમાં રોબૉટે ફેલાવ્યુ અચરજ, ગુજરાત સાયન્સ સીટીમાં રોબોટીક ગેલેરી શરૂ થશે
Live TV
-
રોબોટ ચા-નાસ્તો પીરસવાનું કામ કરતો જોવા મળશે
ગુજરાતનાં ગાધીનગરમાં પ્રગતિશીલ ગુજરાતના વિકાસની વધુ એક સિદ્ધિ જોવા મળી. વિધાનસભાનાં બ્લોક નંબર 1 માં , મુખ્ય સચિવની ઓફિસમાં , બે યાંત્રિક રોબોએ ,સેવકની ભુમિકા અદા કરતા , નાગરીકો અને મુલાકાતીઓમાં ,અચરજ ફેલાયુ હતુ. રાજ્યનાં મુખ્ય સચિવ જે.એન.સિંધની ઓફિસમાં , રોબોટ દ્રારા ,મહેમાનોને ચા -નાસ્તો આપવામાં આવતા , મુલકાતીઓમાં ,કુતુહલ જોવા મળ્યુ.. સોમવારે ,સીએસ ઓફિસનાં ફલોર પર ,, પેન્ટ્રીથી કોન્ફરન્સ હોલ , અને સીએસ ચેમ્બરની વચ્ચે , બે રોબોટ ,, પ્લેટમાં ચા પાણી નાસ્તા લઈને ,અવર જવર કરતા જોવા મળ્યા હતા. સીએસ ઓફિસમાં રોબોટ કામ કરતો હોવાની વાત , વાયુ વેગે સચિવાલયમાં પ્રસરતા , અન્ય વિભાગનાં ,કર્મચારીઓ પણ , રોબોટને જોવા માટે ,આવી પહોચ્યા હતા.ગુજરાત સાયન્સ સીટીમાં આગામી વર્ષથી રોબોટીક ગેલેરી શરૂ થશે. એક એવી રોબોટીક ગેલેરી જેમાં માનવ રોબોટ વચ્ચે , વાત-ચિત્ત પણ થશે. 6 હજાર 500 ચોરસ મિટર વિસ્તારમાં ,નિર્માણ પામનારી આ ગેલેરીમાં , મુલાકાતીઓને ,રોબોટ કેફએ પણ આકર્ષીત કરશે. જયાં ભોજનથી માંડીને ,ચા-નાસ્તો પીરસવાનું કામ પણ , રોબોટ જ કરશે. રોબોટ ગેલેરી અંગે ,એક પત્રકાર પરિષદમાં રોબોટનું નિદર્શન પણ કરાવ્યુ હતું.
