સરકાર 10 ડિસે.થી મગ-અડદની ટેકાના ભાવે કરશે ખરીદી, ભાવમાં 25ટકાનો કરાયો વધારો
Live TV
-
28 જિલ્લાના 62 કેન્દ્રો પરથી 10 ડિસેમ્બરથી મગ અને અડદની દાળની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
રાજ્ય સરકારે ખેડૂતો માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મગ અને અડદની દાળમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હોવાથી તેમાં રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અડદ અને મગદાળની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરાયો છે. આ માટે ખેડૂતો પહેલી ડિસેમ્બરથી તેનું રજીસ્ટ્રેશન કરી શકશે. 28 જિલ્લાના 62 કેન્દ્રો પરથી 10 ડિસેમ્બરથી મગ અને અડદની દાળની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જેમાં મગના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 1400 રૂપિયા અને અડદના ભાવમાં 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી મગની ખરીદી પ્રતિ ક્વિન્ટલ 6975 અને અડદની 5600 રૂપિયા પર ખરીદી કરવામાં આવશે. તો આ સાથે જ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે તે અંગે પણ કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
