CMની હાજરીમાં સાંકળચંદ પટેલ યુનિ.નો પહેલો પદવીદાન સમારોહ યોજાયો
Live TV
-
મહેસાણાના વિસનગરમાં આવેલી સાકળચંદ પટેલ યુનિવર્સિટીનો પહેલો પદવીદાન સમારોહ રાજ્યના રાજ્યપાલ ઓ.પી.કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયો હતો. બન્ને મહાનુભાવોના હસ્તે 183થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.
આ ઉપરાંત શ્રેષ્ઠ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા. સમારોહને સંબોધતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ જીવનના મુલ્યોનું સર્જન કરવાનું કામ કરે છે. વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાનનો ઉપયોગ સમાજ અને રાષ્ટ્રના ઘડતર માટે કરવાની અપીલ પણ તેમણે કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે 21મી સદી જ્ઞાન-વિજ્ઞાનની સદી છે. તેમણે વિદ્યાર્થીઓને રાષ્ટ્રહિતને સર્વોપરી ગણવા આહવાન કર્યું હતું. સમારોહમાં રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી સહિતના મહાનુભાવો અને યુનિવર્સિટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
