સરદાર સરોવર ડેમ ખાતેના પાવર હાઉસમાં સરેરાશ 2.75 કરોડ કિંમતની 1.40 કરોડ યુનિટનું થઇ રહ્યું છે વીજ ઉત્પાદન
Live TV
-
સરદાર સરોવર ડેમ ખાતેના રિવરબેડ પાવર હાઉસમાં સરેરાશ 2.75 કરોડની કિંમતની 1.40 કરોડ યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 125 મીટરે છે અને છેલ્લા એકાદ અઠવાડિયાથી વિજ ઉત્પાદન શરૂ કરાયું છે.
હાલમાં 200 મેગાવોટની ક્ષમતાવાળા 6 યુનિટ દરરોજ સરેરાશ 78 કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ 2 કરોડ 80 લાખ રૂપિયાની કિંમતની 1.40 કરોડ યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. આ વિજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ 42 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે.
તેવી જ રીતે 50 મેગાવોટની ક્ષમતાવાળા કેનાલ હેડ પાવરહાઉસના હાલ 3 જેટલા યુનિટ વિજ ઉત્પાદન માટે કાર્યરત છે અને દરરોજ સરેરાશ 50 લાખ રૂપિયાની કિંમતનું 25 લાખ યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. દૈનિક સરેરાશ 15 હજાર 500 ક્યુસેક પાણી વિજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફતે ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે અને તેનો સિંચાઇ અને પીવાના પાણી માટે ઉપયોગ થઇ રહ્યો છે.
