સિવિલ હૉસ્પિટલમાં જોડિયા બાળકોને અલગ કરવાનું ઑપરેશન સફળ
Live TV
-
અમદાવાદ સિવિલ હોસ્પિટલે પેરાસિટીક કોનજોઈન્ડ ટવીન્સ બાળકને અલગ કરવાની સફળ શસ્ત્ર ક્રિયા કરીને સિદ્ધી મેળવી છે. આણંદ જિલ્લાના ઉમરેઠના દંપતિને ઘેર મહિના પહેલા પારણું બંધાયુ હતુ.
જો કે નવજાત બાળકની કરોડરજ્જુ સાથે સંકળાયેલુ મૃત બાળક પણ જનમ્યુ હતું. સિવિલ હોસ્પિટલે આ જોડીયા બાળકોને છુટા કરાવાનું જટિલ ઓપરેશન કરીને , સિદ્ધી મેળવી છે. વિશ્વમાં આવા સાત -આઠ કિસ્સા જ નોંધાયા છે.
માતાના ગર્ભમાં જોડીયા બાળક ઉછર્યા હતા. એક બાળકનો સામાન્ય વિકાસ થયો હતો, જ્યારે બીજા જોડીયા બાળકનો વિકાસ નહોતો થયો. ન્યુરોલોજીસ્ટ ડૉ. જૈમિન શાહ અને ડો. અંકુર પાંચાણીએ ટીમ સાથે આ સફળ ઑપરેશન કર્યું હતું.
