સીએમ વિજય રૂપાણી આજે દિલ્હીમાં ઊદ્યોગ જગતના લોકો સાથે બેઠક યોજશે
Live TV
-
મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને પણ સાંજે મળશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે નવી દિલ્હીમાં ઊદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો, અગ્રણીઓ સાથે વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ સંદર્ભે બેઠકો યોજશે. તેઓ આગામી વાયબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથો સાથ ગુજરાતની વૈશ્વિક ફલક પર વિકસી રહેલી બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશનની પ્રતિભા સંદર્ભમાં આ ઊદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિશદ વિચાર-વિમર્શ, રોડ-શૉ,અને વન-ટુ-વન બેઠક કરવાના છે.
તેઓ વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને પણ સાંજે મળશે અને વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ-ર૦૧૯ વિષયક પ્રસ્તુતિ કર્ટન રેઇઝર રજૂ કરશે. આ બેઠકોમાં ભારત સરકારના વિદેશ, ઊદ્યોગ તથા અન્ય મંત્રાલયોના વરિષ્ઠ સચિવો મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, અગ્ર સચિવ એમ. કે. દાસ સચિવ અશ્વિનીકુમાર ઊદ્યોગ કમિશનર મમતા વર્મા અને ગુજરાત સરકારના સંબંધિત ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે.
