260ની છેતરપિંડી મામલે CID ક્રાઇમે શરૂ કરી તપાસ
Live TV
-
CID ક્રાઈમે વિનય શાહની ઓફિસો અને ઘરે સર્ચ કરીને કોમ્પ્યુટર અને CPU કબજે કર્યા હતા.
જાહેરાત જુઓ અને રૂપિયા કમાવા ની સ્કિમ દ્વારા હજારો રોકાણકારો સાથે રૂપિયા 260 કરોડ ની છેતરપિંડીના કેસની તપાસ C.I.D. ક્રાઈમે ,શરૂ કરી દીધી છે. CID ક્રાઈમે વિનય શાહની ઓફિસો અને ઘરે સર્ચ કરીને કોમ્પ્યુટર અને CPU કબજે કર્યા હતા. આ સાથે વસ્ત્રાપુર પોલીસ પાસેથી ફરિયાદોને લગતા તમામ દસ્તાવેજો જપ્ત કર્યા હતા. ઉપરાંત વિનય શાહ સાથે કામ કરતા ડી.બી.વાળાના ઘુમા સ્થિત ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઓપરેશન મોડી રાત સુધી ચાલ્યું હતું. CID ક્રાઈમે આ કેસની તપાસ માટે SITની રચના કરી છે. જેમાં DYSP, 2 PI, એક PSI તથા અન્ય પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
