સુરત મહાનગરની 1660 હૅક્ટર જમીન રિઝર્વેશનમાંથી મુક્ત થતાં બાંધકામ માટે બનશે ઉપલબ્ધ
Live TV
-
સુરત શહેરના ડેવલોપમેન્ટ પ્લાનમાં રખાયેલી 1660 હેકટર જમીનના 201 જેટલા વિવિધ રીઝર્વેશનમાંથી 30 વર્ષથી ચાલતા આવેલા પ્રશ્નનું જનહિતમાં નિવારણ મુખ્યમંત્રીએ લાવી દીધું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત મહાનગરના નાગરિકોને દેવદિવાળીની ભેટ આપતા એક મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય લીધો છે. સુરત શહેરના ડેવલોપમેન્ટ પ્લાનમાં રખાયેલી 1660 હેકટર જમીનના 201 જેટલા વિવિધ રીઝર્વેશનમાંથી 30 વર્ષથી ચાલતા આવેલા પ્રશ્નનું જનહિતમાં નિવારણ મુખ્યમંત્રીએ લાવી દીધું છે. સુરત શહેરના વિકાસની જરૂરિયાતને ધ્યાને રાખી પચાસ ટકા કપાતના ધોરણે ટીપી સ્કીમ બનાવી આ જમીનો રીઝર્વેશનમાંથી મુક્ત કરવાનો તેમણે નિર્ણય લીધો છે. જાહેર સુવિધાઓ માટે રાખવામાં આવેલી સુડાની આશરે પચાસ હેકટર અને મહાનગરપાલિકાની અંદાજે 390 હેકટર મળીને 440 હેકટર જમીન રીઝર્વેશનથી મુક્ત થશે. તેમણે અન્ય હેતુઓ અને એજન્સીઓ માટે અનામત રખાયેલી 415 હેકટર જેટલી જમીન પણ રીઝર્વેશનમાંથી મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. આવી રીઝર્વેશન મુક્ત થતી જમીનોમાં સત્તામંડળો દ્વારા પચાસ ટકાના ધોરણે ટીપી સ્કીમ બનાવવામાં આવશે જેથી નાગરિકોને સસ્તા દરે આવાસ મળશે તેમજ રીયલ એસ્ટેટ ક્ષેત્રને વેગ મળશે