સુરત સિટીને કન્ટેઈનર મુકત બનાવવા માટે તમામ ઝોનમાં 1016 કન્ટેઈનર હટાવી લેવાયા
Live TV
-
કન્ટેનર લેસ સુરત શહેરને સફળ બનાવવા સુરત મહાનગર પાલિકાની ટિમ લોકોને કરી રહી છે જાગૃત કચરો નાંખવા આવનાર લોકોને આપી રહી છે સમજણ
કન્ટેનર લેસ સુરત શહેરને સફળ બનાવવા સુરત મહાનગર પાલિકાની ટિમ લોકોને કરી રહી છે જાગૃત કચરો નાંખવા આવનાર લોકોને આપી રહી છે સમજણ
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુરત મહાનગરપાલિકા ઘ્વારા સુરત સિટીને કન્ટેઈનર મુકત બનાવવા માટે તમામ ઝોનમાં 1016 કન્ટેઈનર હટાવી લેવાયા છે. લોકોને આ અંગે જાગૃત થાય કચરાનો રોડ ઉપર નિકાલ નહીં કરે તે માટે એક લોકજાગૃતિ અભિયાન તમામ ઝોનમાં શરૂ કરવામાં આવ્યું છે. જ્યા કન્ટેનર હતા ત્યાં સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ મૂકી દેવામાં આવ્યા છે. જે ત્યાં કચરો નાંખવા આવે છે તેમને કચરો કેમ નહિ નાંખવો તેની માહિતી આપવામાં આવે છે. ઘણા લોકો એવા પણ હોય છે કે જેઓને ખ્યાલ નથી હોતો ક શહેર કન્ટેનર લેસ થઈ ગયો છે એટલે કચરો ડોર ટુ ડોર ગારબેજ માટે આવતા વાહનમાજ આપવો જોઈએ. પાલિકાના આ પ્રયાસ ને સફળતા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે સ્વચ્છ ભારત મિશનમા સુરતને નંબર વન બનાવી રાજ્યને ગૌરવ અપાવવા સુરત મહાનગર પાલિકાએ કમર કસી છે. આના માટે સુરત મહાનગર પાલિકાના પદાધિકારીઓએ ઈન્દોર અને ભોપાલની મુલાકાત લીધી હતી.
