સુરેન્દ્રનગર: ગીધ સંરક્ષણ માટે ગામજનોમાં ભારે ઉત્સાહ
Live TV
-
ગામડામાં ગીધની સંખ્યા આશરે 50 જેટલી જોવા મળે છે
પશુ- પક્ષી સંવર્ધન અને વિકાસ સરકાર માટે સતત પ્રયત્નશીલ બની રહી છે જેમાં જે જાતિ અને પ્રજાતિ લુપ્ત થઇ રહી છે અને જેને બચાવવા ખુબજ જરૂરી છે ગુજરાત સહીત બીજા રાજ્યોમાં પણ ગીધ અને તેના જેવા બીજા પક્ષીઓ ની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે અને
ગીધની સંખ્યામાં દિવસે દિવસે નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો હોવાથી સ્થાનિક લોકો પણ હવે મદદે આવી રહ્યા છે ને તેને કારણે સારો એવો પ્રતિસાદ મળે અને ત્યારે સરકાર તેથી ગીધ પક્ષીને બચાવા માટે પ્રયત્નશીલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારદ, ચંદ્રાસર, રાજ ચરાડી, મેથાણ, જેવા ગામડામાં ગીધની સંખ્યા આશરે 50 જેટલી જોવા મળે છે.ગીધ એક સફાઈ કામદાર તરીકે કામ કરતું પક્ષી છે.મોટા વૃક્ષોમાં ગીધના માળા જોવા મળે છે.ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ ના અધિકારી તેમજ તેમનો સ્ટાફ આ વિસ્તારના ગામની અવારનવાર મુલાકાત લઈને ગીધ વિષે ની માહિતી મેળવે છે. આ ઉપરાંત આ વિસ્તારના ગ્રામજનો ગીધને બચાવવા પોતાનું યોગદાન આપે છે. પર્યાવરણના પ્રકૃતિ સફાઇ કામદાર ગણાતા ગીધની સંખ્યા આ જિલ્લામાં જોવા મળી રહી છે. આ વિસ્તારમા વાડી ખેતરોમા પણ ખેડૂતો ગીધને સાચવે છે. અહી કોઇ માલઢોર મરી જાય તો તુરત ગીધ થોડીવારમા આવી પહોચે છે તેઓ મરેલા ઢોરને ખાઇજતા હોવાથી આ વિસ્તારમાં રોગચાળો ફેલાતો પણ અટકે છે.
