Skip to main content
Settings Settings for Dark

હેરિટેજ સીટી અમદાવાદ ડોનાલ્ડ ટ્રમ્પને સત્કારવા તૈયાર, મેયરે તૈયારીઓનો તાગ મેળવ્યો 

Live TV

X
  • પ્રેસિડેન્ટ ટ્રંપની સંભવિત ગાંધી આશ્રમની મુલાકાતને લઇને ગાંધી આશ્રમ ખાતે આજે અમેરીકન કોન્સ્યુલેટ ઓફિસના અધિકારીઓએ મુલાકાત લીધી હતી અને સંભવિત રુટનું નીરીક્ષણ કર્યું હતું. આશ્રમ ખાતે પણ તમામ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.  

    અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મહેમાન બનવાના છે ત્યારે અમદાવાદ તેમને સ્તકારવા તૈયાર થઇ રહ્યું છે.  આગામી દિવસોમાં અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવશે અને તેમને સત્કારવા માટે અમદાવાદને હાલ સુશોભિત કરવામાં આવી રહ્યું છે. 

    પ્રેસિડેન્ટ ટ્રંપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા અમદાવાદ ખાતે આવેલા મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ ખાતે લાખો લોકોની જનમેદનીને સંબોધશે જે એક વિશ્વ કક્ષાનો યાદગાર કાર્યક્રમ હશે. તેને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ તમામ પ્રકારની તૈયારીઓમાં લાગી ગયું છે. 

    મેયર બિજલબેન પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ તમામ અધિકારીઓની સાથે જાત મુલાકાત લઇને તમામ તૈયારીઓનો તાગ મેળવ્યો હતો. વર્લ્ડ હેરીટેજ સીટીનો દરજ્જો ધરાવતાં અમદાવાદ શહેરમાં આવેલું આ સ્ટેડીયમ ગુજરાતનું ગૌરવ સમાન બની રહેશે.  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply