Skip to main content
Settings Settings for Dark

21 જૂનથી 18 વર્ષથી ઉપરનાને નિ:શુલ્ક રસીકરણના નિર્ણયને Dy.CM નીતિન પટેલે આવકાર્યો

Live TV

X
  • પ્રધાનમંત્રીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં સમગ્ર દેશવાસીઓને નિ:શુલ્ક રસીકરણનો નિર્ણય કર્યો હતો.આ નિર્ણયને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે આવકાર્યો હતો.આ અંગે પ્રતિક્રિયા આપતાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારોને મદદરૂપ થાય તેવી પ્રધાનમંત્રીએ જાહેરાત કરી છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે અને કોરોનાથી સુરક્ષિત રાખવા સમગ્ર દેશમાં ભારત સરકારે કરોડો લોકોને વિનામૂલ્યે રસી આપી છે. પરંતુ અત્યાર સુધી 18 થી 44 વર્ષની ઉંમરના લોકોની વેક્સિનનો ખર્ચ રાજ્ય સરકારે કરવો પડે તેવી વ્યવસ્થા હતી.બીપીએલ કાર્ડ ધારકોને દિવાળીના તહેવાર સુધી વિનામૂલ્યે રાશન સામગ્રી આપવાની જાહેરાત પ્રધાનમંત્રીએ કરી હતી, જેને નાયબ મુખ્યમંત્રીએ માનવતાવાદી ગણાવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
apply