Skip to main content
Settings Settings for Dark

3 જુલાઈ સુધી રાજ્યમાં પાણીની તંગી ન સર્જાય તેવું આયોજન, CMની અધ્યક્ષતામાં બેઠક

Live TV

X
  • રાજ્યમાં પીવાના પાણીના જથ્થા સહિતની જાણકારીઓ લેવાઈ, બેઠકમાં પાણીની સમસ્યાને પહોંચી વળવા વિચાર વિમર્શ કરાયો

    રાજ્યમાં પાણીની સમસ્યને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પોકાર પડી રહી છે, ત્યારે આગોતરૂ આયોજન કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.  રાજ્યના નાગરિકોને પાણીની સમસ્યા સહેજ પણ ન નડે,  તે અગાઉથી જ સરકાર આગોતરૂ આયોજન કરવા લાગી ગઇ છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં જળ વ્યવસ્થાપન અંગેની ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ હતી. પાણી પુરવઠા મંત્રી પરબત પટેલની ઉપસ્થિતીમાં યોજાયેલી બેઠકમાં હાલની સ્થિતી અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય સચિવ જે.એન. સિંઘની હાજરીમાં પાણીની સમસ્યાને નિવારવા માટેની વ્યુહરચના ઘડવામાં આવી હતી તેમજ નર્મદા બંધમાં પાણીનો જથ્થો તેમજ સમગ્ર રાજ્યમાં આવેલા જળાશયોમાં પાણીના સંગ્રહની વિગતો મેળવવામાં આવી હતી તેમજ પાણીની સમસ્યા ન સર્જાય તે માટેના લેવાનારા તાકિદના પગલાંની ચર્ચા કરવામાં આવી હતી.

    બેઠકમાં શુ નિર્ણય લેવાયા

    - આગામી 3 જુલાઈ સુધી રાજ્યમાં પાણીની તંગી ન સર્જાય તેનું આયોજન
    - દરેક જિલ્લામાં કલેક્ટર દ્વારા 15મી માર્થી દર અઠવાડિયે પાણી સમિતિની બેઠક યોજવાની સૂચના
    - પાઈપ-લાઈન, હેન્ડપંપ સહિતના નવા રૂ.200 કરોડના કામો કરવાની સૂચના
    - ટેન્કર, હેન્ડપંપ તેમજ તમામ રીપેરિંગ મશિનરી સહિતના કામો સત્વરે કરવાના નિર્દેશ

    બેઠકમાં પાણી પુરવઠા મંત્રી પરબતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પાણી પુરવઠા મંત્રીએ ઉચ્ચ અધિકારીઓ પાસેથી પાણી અંગેની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પાણીની સમસ્યાને લઇને યોજાયેલી બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ ડૉ. વરેશ સિંન્હા, પાણી પુરવઠા, શહેરી વિકાસ, જળ સંપત્તિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

     

    અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply