Skip to main content
Settings Settings for Dark

45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નદી બે કાંઠે વહેતી થઈ 

Live TV

X
  • ગરુડેશ્વર પાસે આવેલ વિયર ડેમ ઓવરફ્લો 

    આ વર્ષે ચોમાસુ સારું અને વહેલું છે ત્યારે નર્મદા બંધને આગામી ચોમાસાની ઋતુમાં મહત્તમ સપાટીએ ભરવા નર્મદા નિગમ સજ્જ બન્યું છે હાલ નર્મદા ડેમ 50 ટકા ભરેલો ત્યારે વીજળી વધુમાં વધુ ઉત્પાદન કરી શકાય એ માટે રિવરબેડ પાવરહાઉસના 5 ટર્બાઇન હાલ ધમધમી રહ્યા છે અને 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને કારણે નર્મદા નદીમાં પાણીનો વિપુલ જથ્થો ઠલવાતા નર્મદા નદીમાં  બે કાંઠે  પાણી વહી રહ્યું છે. 

    વિયર ડેમ ઓવરફ્લો થતા રમણીય દ્રશ્યો સર્જાયા 
    જેને કારણે ગરુડેશ્વર પાસે આવેલ વિયર ડેમ કમ  કોઝવે ઓવરફ્લો થયો છે. વિયર ડેમનો સુંદર નજારો જોવા પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે સામાન્ય રીતે નર્મદા બંધમાંથી પાણી છોડવામાં આવતા આ વિયર ડેમ ઓગસ્ટ સપ્ટેમ્બર માં છલકાતો હોય છે પરંતુ હાલ ટર્બાઇન ના ડિસ્ચાર્જ માંથી છોડાતું પાણી નર્મદા નદીમાં પડતા હાલ તે ઓવર ફ્લો થયો છે. હાલ ગંગા જ્યંતી તહેવારના  દિવસો ચાલી રહ્યા છે ત્યારે નદી બે કાંઠે વહેતા ભક્તો ખુશ છે. વળી ગરુડેશ્વરમાં આ જ વિયર ડેમ દવારા ગત વર્ષે નુકસાન થયું હતું. પરંતુ હવે અહીં પ્રોટેકશન વોલ બનતા પ્રવાસીઓ માટે પણ એક વ્યુ પોઇન્ટ  બની રહ્યો છે 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply