Skip to main content
Settings Settings for Dark

CM રુપાણીએ ઉના તાલુકાના ગરાળ ગામે વાવાઝોડા અસરગ્રસ્તોની મુલાકાત લીધી

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની જાત-મુલાકાત લઇને આ વાવાઝોડાને કારણે થયેલી નુકસાની અને ગામની સ્થિતિનો ક્યાસ મેળવી રહ્યા છે.

    CM રુપાણીની આ મુલાકાતમાં આજે સવારે ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચ્યા હતા અને ગામના સરપંચ મોંઘીબેન સોલંકી તથા ગ્રામજનો પાસેથી તેમણે તાઉતે વાવાઝોડાને કારણે ગામમાં સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત ગ્રામ જનો સાથે પણ સંવેદનાપૂર્વક સંવાદ કરીને આ આપદામાં રાજ્ય સરકાર તેમની પડખે હોવાનો સધિયારો આપ્યો હતો. સાથે આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાશનાથન, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર તેમજ અગ્રણીઓ પણ જોડાયા છે.

    CM વિજય રુપાણી હવે રાજુલા તાલુકાના કોવાયા તેમજ જાફરાબાદ તાલુકાના પીપરીકાંઠા એમ ત્રણ ગામોની મુલાકાત લેશે. આ નિરીક્ષણ મુલાકાત બાદ જિલ્લા તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર સ્થિતિ નો ચિતાર મેળવશે. મુખ્યમંત્રીશ્રી મોડી સાંજે ગાંધીનગર પરત આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply