CM વિજય રૂપાણીએ મકરસંક્રાંતિ પર્વની અમદાવાદમાં પતંગ ચગાવીને કરી ઉજવણી
Live TV
-
રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણની ઉજવણી
ઉત્તરાયણમાં પતંગબાજીનો લોકો આનંદ લઇ રહ્યા છે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ રહ્યું છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પતંગબાજીની મજા માણી હતી. તેમણે અમદાવાદના ખોખરા વિસ્તારમાં વોર્ડ પ્રમુખ અશોક પટેલના ધાબા ઉપરથી પતંગો ઉડાડ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ લોકોને સલામત ઉત્તરાયણ મનાવવા અપીલ કરી હતી.