Skip to main content
Settings Settings for Dark

સતલાસણા - ના. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સિવિલ હોસ્પિટલમાં મહિલા સશક્તિકરણની ઉજવણી

Live TV

X
  • સિવિલ હોસ્પિટલમાં તાજી જન્મેલી બાળકીઓ અને તેમની માતાને ભેટ આપીને સરકારની વહાલી દીકરી યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો

    સતલાસણામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે મહિલા સશક્તિકરણ દિવસની ઉજવણી તેમજ ભારત સરકાર અનુદાનિત ઓડિટોરિયલ હોલના શિલાન્યાસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે નીતિન પટેલે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત માતૃ સ્તનપાન કાર્યક્રમ અંગેની જાણકારી આપી હતી. આ પ્રસંગે સિવિલ હોસ્પિટલમાં તાજી જન્મેલી બાળકીઓ અને તેમની માતાને ભેટ આપીને સરકારની વહાલી દીકરી યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે સતલાસણા ઓડિટોરિયલ હૉલની શિલાન્યાસ વિધિ યોજાઈ હતી. આ ઓડિટોરિયલ હૉલ માટે સરકાર દ્વારા રૂપિયા બે કરોડનું અનુદાન અપાયું છે. આ પ્રસંગે કડીના ધારાસભ્ય કરશન સોલંકી, જિલ્લા કલેકટર, સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply