Skip to main content
Settings Settings for Dark

કમલા હેરિસે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવારી સ્વીકારી, ડોનાલ્ડ ટ્રમ્પે સામે લડશે ચૂંટણી

Live TV

X
  • અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવારીનો ઔપચારિક સ્વીકાર કરી લીધો છે. ચૂંટણીમાં મુકાબલો કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થશે.

    શિકાગોઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. કમલા હેરિસ ચૂંટણીમાં જ ડેમોક્રેટ વતી ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી લડશે. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ડેમોક્રેટ્સ નેશનલ કન્વેન્શનમાં ડેમોક્રેટ્સની ઉમેદવારી સ્વીકારી લીધી છે. આ દરમિયાન તેમણે તમામ અમેરિકનોના પ્રમુખ બનવાના કસમ ખાધા છે. હેરિસે તેમના સંબોધનમાં કહ્યું કે તે "શાંતિપૂર્ણ રીતે સત્તાના હસ્તાંતરણ" માટે પ્રતિબદ્ધ છે. ઉમેદવારી સ્વીકાર્યા બાદ કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનનાર ડેમોક્રેટિક પાર્ટીના બીજા મહિલા નેતા બની ગયા છે.

    'અમેરિકન તરીકે આગળ વધવાની આ તક છે'

    કમલા હેરિસે કહ્યું કે તે એવી રાષ્ટ્રપતિ બનશે જે દેશના લોકોને એક કરશે. તેમણે કહ્યું કે આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી એક નવો રસ્તો તૈયાર કરવાની તક છે. આ કોઈ એક પક્ષ કે જૂથના સભ્યો તરીકે નહીં, પણ અમેરિકન તરીકે આગળ વધવાનો મોકો છે. 

    'હું ઉમેદવારી સ્વીકારું છું'

    હેરિસે કહ્યું, "લોકો વતી, દરેક અમેરિકન વતી, પક્ષ, જાતિ અથવા ભાષાને ધ્યાનમાં લીધા વિના, મારી માતા વતી અને તે બધા લોકો વતી જેમણે આવા અમેરિકનો માટે મારી અશક્ય યાત્રા શરૂ કરી છે." જેમની સાથે હું મોટી થઈ છું, તેઓના વતી, જેઓ સખત મહેનત કરે છે, તેમના સપનાનો પીછો કરે છે અને એકબીજાની સંભાળ રાખે છે, જેમની કહાનીઓ ફક્ત પૃથ્વી પરના મહાન રાષ્ટ્રમાં લખી શકાય છે, હા, હું ઉમેદવારી સ્વીકારું છું.

    કમલાએ રશિયા-યુક્રેન યુદ્ધ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું

    શિકાગોના 'યુનાઈટેડ સેન્ટર' ખાતે ઉમેદવારી સ્વીકારવા સ્ટેજ પર આવેલા હેરિસ (59)એ કહ્યું કે અશક્ય યાત્રા તેમના માટે કંઈ નવું નથી. હેરિસે કહ્યું કે, તેઓ રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેનને ટેકો આપવાનું વચન આપ્યું હતું અને કહ્યું હતું કે જો રાષ્ટ્રપતિ ચૂંટાય છે, તો તે યુક્રેન અને તેના ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (NATO) સાથીઓ સાથે મજબૂતપણે ઊભા રહેશે. હેરિસની માતા શ્યામલા ગોપાલન ભારતીય હતી અને તેમના પિતા ડોનાલ્ડ જેસ્પર હેરિસ જમૈકાના નાગરિક હતા. જો હેરિસ ચૂંટાશે તો તે અમેરિકાની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply