નેપાળમાં મોટી દુર્ઘટના, 40 મુસાફરોને લઈને જતી ભારતીય બસ નદીમાં ખાબકી
Live TV
-
નેપાળના તનાહુન જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી મુજબ, 40 મુસાફરોને લઈને જતી એક ભારતીય બસ નદીમાં પડી ગઈ છે. આ અકસ્માતમાં અનેક જાનહાનિ થવાની આશંકા છે.
નેપાળમાં એક મોટી દુર્ઘટનાના સર્જાઈ છે. 40 ભારતીયોને લઈ જતી બસ નદીમાં ખાબકી છે. જેમાં અનેક લોકો માર્યા જવાની આશંકા છે. નેપાળ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, 40 લોકોને લઈને જતી એક ભારતીય પેસેન્જર બસ તનાહુન જિલ્લામાં મર્સ્યાંગડી નદીમાં પડી છે. જિલ્લા પોલીસ કચેરી તનાહુનના ડીએસપી દીપકુમાર રાયાએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે નંબર પ્લેટ UP FT 7623 વાળી બસ નદીમાં પડી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી.
ઘણા લોકો અકસ્માતમાં ગુમ
અધિકારીઓએ જણાવ્યું કે ભારે વરસાદને કારણે નદીમાં પણ ઉછાળો આવ્યો છે. બસમાં 40 લોકો હતા જેમાંથી કેટલાકને બચાવી લેવાયા છે. પરંતુ હજુ પણ ઘણા લોકો ગુમ છે. નેપાળ પોલીસે જણાવ્યું છે કે આ દુર્ઘટના તનાહુન જિલ્લામાં થઈ હતી. બસ ઉત્તર પ્રદેશની છે. પરંતુ બસમાં મુસાફરી કરી રહેલા લોકો ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાંથી નેપાળ ગયા હતા તેની માહિતી હજુ સુધી મળી નથી. બીજી તરફ, ઉત્તર પ્રદેશના રાહત કમિશનરે કહ્યું કે નેપાળમાં બનેલી ઘટનાના સંબંધમાં બસમાં મુસાફરી કરી રહેલા લોકો ક્યાંના હતા તે શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી મુજબ યુપી નંબરવાળી આ બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી. દરમિયાન તે તનાહુન જિલ્લાની મર્સ્યાંગદી નદીમાં પડી હતી. બસમાં કુલ 40 મુસાફરો સવાર હતા. 14નાં મૃત્યુ થયાં છે જ્યારે 16 મુસાફરોને બચાવી લેવાયા છે.