કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે મેરેથોન-રન ફોર લાઇફનું આયોજન કર્યુ
Live TV
-
નેપાળની રાજધાની કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે આજે ઈકો-ફ્રેન્ડલી જીવનશૈલીની થીમ પર 5 કિલોમીટરની મેરેથોન-રન ફોર લાઈફનું આયોજન કર્યું હતું. કોલેજના સેંકડો વિદ્યાર્થીઓ, માનવ તસ્કરોનો ભોગ બનેલા લોકો, રમતવીર, આરોગ્ય કર્મચારીઓ, તબીબી ક્ષેત્રના લોકો અને બાળકોએ તેમાં ભાગ લીધો હતો. આઝાદી કા અમૃત મહોત્સવના આ કાર્યક્રમમાં ભારતીય રાજદૂત નવીન શ્રીવાસ્તવે સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારત અને નેપાળ વચ્ચેના રાજદ્વારી સંબંધો અને ભારતની આઝાદીના 75માં વર્ષમાં રન ફોર લાઈફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ 5 કિલોમીટરની મેરેથોન પશુપતિનાથ મંદિરથી શરૂ થઈ અને મંદિરની પાછળ એક કલાકમાં પૂરી થઈ હતી. આ પ્રસંગે એવરેસ્ટ પર્વતારોહકો અને યુવા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમણે લોકોને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે દરરોજ દોડવાની પ્રેરણા આપી હતી. મેરેથોનમાં વિજેતાને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
