Skip to main content
Settings Settings for Dark

ટ્રમ્પ પ્રશાસને H-1B વિઝા એપ્લિકેશન ફી વધારી

Live TV

X
  • અમેરિકન સીટીજનશીપ -ઈમિગ્રેશન સર્વિસ પ્રમાણે, ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમને લાગુ કરવા માટે આ ફી લેવામાં આવશે, જે ફી નોન રિફન્ડેબલ હશે, તંત્ર પ્રમાણે આનાથી છેતરપિંડી અટકાવવામાં મદદ મળશે અને પસંદગી પણ સરળ બનશે 

    અમેરિકાએ H-1B વિઝા માટે એપ્લિકેશન ફી 10 ડોલર(અંદાજે 700 રૂપિયા) વધારી દીધી છે. આ ફી નોન-રિફંડેબલ હશે. અમેરિકન નાગરિકતા અને ઈમિગ્રેશન સર્વિસ (USCIS)એ ગુરુવારે કહ્યું કે, આ ફીના આધારે ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમને (ERS)પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. આનાથી આવનારા સમયમાં H-1B વિઝા માટે લોકો સિલેક્શનમાં સરળતા રહેશે.

    SCISના જણાવ્યા પ્રમાણે, ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમના આધારે અમેરિકામાં ઈમિગ્રેશન પ્રણાલીને આધુનિક બનાવવાની છે. હાલ મેન્યુએલ રજિસ્ટ્રેશન સિસ્ટમ હેઠળ H-1B વિઝા અરજદારની ઘણી જરૂરી તપાસ કરવામાં આવે છે. અરજદારોને તેમના શિક્ષણ અને સ્કિલ્સના આધારે H-1B વિઝા આપવામાં આવે છે. ટ્રમ્પ પ્રશાસનના કહ્યાં પ્રમાણે, આનાથી ઘણી વખત સિલેક્શનમાં છૂટ મળી જાય છે.
    ERSના આવ્યા પછી H-1B આટે અપ્લાઈ કરનારાઓને પહેલા સિસ્ટમમાં રજિસ્ટર કરાવવું પડશે. ત્યારબાદ નિર્ણય લેવાશે તે તેમણે H-1B વિઝા આપવાની પ્રક્રિયામાં સામેલ કરવાના છે કે નહીં. USCISના કાર્યવાહક નિયામક કેન કુચિનેલીના કહ્યાં પ્રમાણે, આનાથી ફ્રોડને રોકવા અને યોગ્ય ઉમેદવારોના સિલેક્શનમાં સરળતા રહેશે. USCIS નાણાંકીય વર્ષ 2021થી ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમ લોન્ચ કરી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply