Skip to main content
Settings Settings for Dark

ન્યુઝીલેન્ડના નવા PM બની શકે છે ક્રિસ હિપકિંસ, જેસિન્ડા આર્ડર્નની જગ્યા લેશે

Live TV

X
  • ન્યુઝીલેન્ડના શિક્ષણ મંત્રી  ક્રિસ હિપકિંસ આગામી પ્રધાનમંત્રી બને તેની શક્યતા છે.  ક્રિસ હિપકિંસ પ્રધાનમંત્રી પદ માટેના એક માત્ર ઉમેદવાર છે. તેઓ આવતા મહિલે પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપનાર જેસિન્ડા આર્ડર્નની જગ્યા લેશે. લેબર પાર્ટીના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,  ક્રિસ હિપકિંસ લેબર પાર્ટીના નેતા અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી તરીકે જેસિન્ડા એર્ડર્નની જગ્યા લેવા માટે તૈયાર છે. આ પદ માટે ઉમેદવારી નોંધાવનાર તેઓ એક માત્ર ઉમેદવાર છે.

    નોંધનીય છે કે, ન્યુઝીલેન્ડનાં પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્ન અચાનક આવતા મહિને તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેઓ 14 ઓક્ટોબરે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં પણ ઉમેદવાર નહીં હોય. પ્રધાનમંત્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે, આવતા મહિને 7 ફેબ્રુઆરીએ તેમના કાર્યકાળનો અંતિમ દિવસ હશે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી તરીકેનો તેમનો સાડા પાંચ વર્ષનો કાર્યકાળ ખૂબ જ મુશ્કેલ હતો અને તેઓ એકમાત્ર એવા વ્યક્તિ હતાં જેમને પદ છોડવાની જરૂર હતી. આર્ડર્ને કહ્યું કે, તેમણે ઉનાળું વેકેશન દરમિયાન તેમના ભવિષ્ય વિશે વિચાર્યું હતું. 

    જેસિન્ડા આર્ડર્ન 2017 માં 37 વર્ષની વયે ન્યુઝીલેન્ડનાં પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયાં હતાં. તેઓ વિશ્વનાં સૌથી યુવા મહિલા રાજ્ય પ્રમુખ બન્યાં હાતાં. ન્યુઝીલેન્ડમાં સત્તાધારી લેબર પાર્ટી નવા નેતાની પસંદગી માટે રવિવારે મતદાન કરશે. પાર્ટીના નવા નેતા આગામી સામાન્ય ચૂંટણી સુધી વડાપ્રધાન રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply