Skip to main content
Settings Settings for Dark

પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું 70 વર્ષની વયે નિધન, તેમની પુત્રીએ ટ્વીટ કરી આ અંગે આપી માહિતી

Live TV

X
  • પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા શરદ યાદવનું 70 વર્ષની વયે નિધન થયું. તેમની પુત્રી સુભાષિની યાદવે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. શરદ યાદવ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

    રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત લોકોએ શોક વ્યક્ત કર્યો હતો.

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમના શોક સંદેશમાં તેમણે કહ્યું કે 70ના દાયકામાં વિદ્યાર્થી નેતા રહેલા શરદ યાદવ હંમેશા લોકતાંત્રિક મૂલ્યો માટે લડ્યા હતા. રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમનો સંસદમાં રાષ્ટ્રીય સ્તરે વંચિતોનો મજબૂત અવાજ હતો.

    તથા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દિગ્ગજ સાંસદ શરદ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમના સંદેશમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે શરદ યાદવ એક લોકપ્રિય નેતા, પ્રશાસક અને જાહેર જીવનમાં ઉચ્ચ આદર્શવાદી હતા.

    સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ દિગ્ગજ નેતા શરદ યાદવના નિધનથી ખૂબ જ દુઃખી છે. વધુમાં કહ્યું કે ડૉ. લોહિયાના આદર્શોથી પ્રેરિત જાહેર જીવનના લાંબા ગાળામાં સંસદસભ્ય અને મંત્રી તરીકે પોતાની ઓળખ બનાવી હતી. તથા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ હંમેશા તેમની યાદમાં તેમની સાથેની વાતચીતને યાદ રાખશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply