Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ વ્લાદીવોસ્તોક રશિયા ખાતે ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમને કર્યું સંબોધન

Live TV

X
  • આ ઉપરાંત તેમણે સુદુર પૂર્વના વિકાસ માટે એક બિલિયન ડોલરની ક્રેડિટ આપવાની જાહેરાત કરી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસ્ટર્ન ઇકોનોમી ફોરમમાં સંબોધન કરતાં ભારત અને રશિયાના મજબૂત થતાં સંબંધો અંગે વાત કરી હતી. આ ઉપરાંત તેમણે સુદુર પૂર્વના વિકાસ માટે એક બિલિયન ડોલરની ક્રેડિટ આપવાની જાહેરાત કરી હતી. વ્લાદિમીર પુતીને પ્રધાનમંત્રીને  નિમંત્રણ પાઠવ્યુ હતુ. રશિયા ના  સંમેલન દરમિયાન  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  આજે જાપાન ના પ્રધાનમંત્રી  શિન્જો આબે સાથે  મુલાકાત કરી હતી  અને તેમને  જન્મ દિવસ ની  શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  મલેશિયા ના પ્રધાનમંત્રી  મહા થીર બિન મહોમ્મદ સાથે  મુલાકાત કરી હતી. તેમજ તેમને કાશ્મીર મા  કલમ 370 વિશે  અવગત કરાવ્યા હતા. તેમજ  ઝાકીર નાઈક નો મુદ્દો  મલેશિયા ના પ્રધાન મંત્રી સામે  ઊઠાવ્યો. આ પરિષદ દરમિયાન  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  ઘણાં વૈશ્ર્વિક નેતા ઓ સાથે  મુલાકાત કરશે. તો રશિયા ની યાત્રા દરમિયાન   પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  વ્લાદિવોસ્તોક માં મળેલા  20 માં શિખર સંમેલન માં પણ  હાજરી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  અને રશિયા ના રાષ્ટ્રપતિ  વ્લાદિમીર પુટીન વચ્ચે  દ્વિપક્ષીય  અને પ્રતિનિધિમંડળ સ્તર ની વાર્તા બાદ   અનેક સમજૂતિઓ પર  હસ્તાક્ષર થયાં હતાં. આ પ્રેસ વાર્તા બાદ  બંને નેતાઓ ની ઉપસ્થિતિ માં  ભારત અને રશિયા ના પ્રતિનિધિઓ વચ્ચે  15 સમજૂતિ  અને MOU નું  આદાન-પ્રદાન કરવા માં આવ્યું હતું. જેમાં વેપાર  રોકાણ  રશિયામાં નિર્મિત સૈન્ય ઉપકરણો ના ભાગો નું  સહ ઉત્પાદન  તેમજ આંતર સહકારી સમજૂતિ  ઓડિયો-વીડિયો પ્રોડક્શન  તેલ  અને ગેસ ના ક્ષેત્ર માં  સહયોગ જેવી સમજૂતિઓ સામેલ છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply