Skip to main content
Settings Settings for Dark

બેઈજિંગઃ વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું, 'કલમ 370 હટાવવાનો મુદ્દો આંતરિક'

Live TV

X
  • વાંગ યી સાથે ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે કરી બેઠક, ચાર MoU પર થયા હસ્તાક્ષર

    વિદેશ મંત્રી એસ.જયશંકર ચીનની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે બેઠક કરી હતી. આ દરમિયાન જ્યારે કાશ્મીરના અનુચ્છેદ 370નો ઉલ્લેખ થયો ત્યારે વિદેશમંત્રીએ કલમ 370 હટાવવાના મુદ્દાને સંપૂર્ણ રીતે ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો હતો. એસ.જયશંકરે કહ્યું હતું કે આ નિર્ણયથી ભારતે બાહ્ય સરહદોમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કર્યો નથી.

    વિદેશમંત્રી એસ.જયશંકર ત્રણ દિવસીય ચીનની યાત્રા પર છે. આ દરમિયાન તેઓએ ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે બેઠક કરી હતી. વિદેશમંત્રીની યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એસ.જયશંકરે કહ્યું કે, આખી દુનિયા જ્યારે આ સમયે અનિશ્ચિતતાની સ્થિતિનો સામનો કરી રહી છે, ત્યારે ભારત અને ચીન પોતાના સંબંધોને લઈને સ્થિરતાનો પરિચય આપવો જોઈએ. વિદેશમંત્રીએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર પરનો નિર્ણય એ ભારતનો આંતરિક વિષય છે. આ નિર્ણયનેભારતની બાહ્ય સીમાઓ સાથે કોઈ લેવા દેવા નથી.

    વિદેશમંત્રી એસ.જયશંકરની બે દિવસની ચીનની મુલાકાત દરમિયાન તેમણે બેઈજિંગમાં સંસ્કૃતિ અને પીપલ ટુ પીપલ એક્સચેન્જ પર હાઈ લેવલ મિકેનિઝમ પણ એટેન્ડ કરી હતી. ભારતીય અને ચીનના વિદેશમંત્રી વચ્ચે થયેલી ચર્ચા મુજબ આ બન્ને નેતાઓએ ઈન્ટરનેશનલ સંબંધો પર ચર્ચા કરી હતી. આવતા વર્ષે ભારત અને ચીનના ડિપ્લોમેટિક સંબંધોની 70મી એનિવર્સરી પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ચીનના વિદેશમંત્રીએ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો ઉલ્લેખ કર્યો ત્યારે વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું કે ભારતે કરેલા આંતરિક બદલાવની LoC પર કોઈ જ અસર નહીં કરે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
apply