Skip to main content
Settings Settings for Dark

અનલોક વનમાં આપણે વધુ અનુશાસિત થવું પડશે-ડૉ.હર્ષવર્ધન

Live TV

X
  • હાલના સંજોગોમા સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને હાથની સ્વચ્છતાના નિયમોને વધુ ગંભીરતાથી પાળવા ,આગ્રહપુર્વક અપીલ

    કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધને જણાવ્યું છે, કે અનલોક વનમાં આપણે વધુ અનુશાસિત થવું પડશે. તેમણે કહ્યું કે આ તબક્કે પહેલાં કરતાં વધુ સાવધાની રાખવાની જરૂર છે. તેમણે હાલના સંજોગોમા સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને હાથની સ્વચ્છતાના નિયમોને વધુ ગંભીરતાથી પાળવા ,આગ્રહપુર્વક અપીલ કરી હતી. તેમણે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા પણ ,જણાવ્યું હતું. આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનના અધ્યક્ષ પદે ,ગઇકાલે મંત્રીસમુહની ,16મી બેઠક મળી હતી. વીડિયો કોન્ફરન્સની મદદથી મળેલી બેઠકમાં ,કોવિડ-19ની સ્થિતીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ,15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણનો મોટા પાયે સામનો કરી રહેલા 50 શહેરોમાં કેન્દ્રીય ટીમ તૈનાત કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. તે કેન્દ્રીય ટીમ રાજ્યોને સંક્રમણ ખાળવા તકનીકી સલાહ આપશે. આરોગ્ય મંત્રાલયની ટીમ મહારાષ્ટ્રના સાત જિલ્લા અને નગરપાલિકાની મુલાકાત લેશે. તેલંગાણાના ચાર, તામિલનાડુના સાત, રાજસ્થાનના પાંચ, આસામના છ તેમ જ કર્ણાટક , હરિયાણા , બિહાર અને ઉત્તર પ્રદેશના ચાર-ચાર જિલ્લા ઉપરાંત દિલ્હી, પશ્ચિમ બંગાળ , ઉત્તરાખંડ અને ગુજરાતના ત્રણ જિલ્લાની મુલાકાત લેશે. આ કેન્દ્રીય ટીમ મધ્યપ્રદેશ અને ઓડિસાના પાંચ જિલ્લાની મુલાકાત લઈને રાજ્ય સરકારોને રિપોર્ટ સોંપશે. કેન્દ્રીય ટીમમાં બે આરોગ્ય નિષ્ણાત અને એક કેન્દ્રીય સંયુક્ત સચિવ કક્ષાના અધિકારી સામેલ રહેશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply