કોવિડ-19થી સમગ્ર વિશ્વમાં 4 લાખથી વધુ લોકોના મોત
Live TV
-
સંક્રમણથી દુનિયામાં સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરીકામાં કોરોનાથી એક લાખ 10 હજાર લોકોના મોત
કોવિડ-19થી સમગ્ર વિશ્વમાં, 4 લાખથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમીતોનો આંકડો પણ ,71 લાખથી વધુ પહોંચી ગયો છે. સંક્રમણથી દુનિયામાં સૌથી વધુ પ્રભાવિત દેશ ,અમેરીકામાં કોરોનાથી એક લાખ 10 હજાર લોકોના મોત થયા છે. જ્યારે 19 લાખ 60 હજારથી વધુ લોકો સંક્રમીત છે. તે દરમિયાન ગઇકાલે ન્યૂયોર્ક સિટીમાંથી લોકડાઉન ઉઠાવી લેવામાં આવ્યું હતું. ત્યાં બાંધકામ, રિટેલ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કામકાજ ફરી શરૂ થઇ ચુક્યું છે. તે દરમિયાન રશિયામાં મોસ્કોના મેયરે જણાવ્યું છે કે જૂન મહિનામાં મોસ્કોમાંથી તમામ પ્રતિબંધો દૂર કરવામાં આવશે. રશિયામાં કોરોના સંક્રમણને કારણે થયેલા મૃત્યુનો આંક પાંચ હજાર 900ને પાર કરી ગયો છે. સંક્રમણના કુલ કેસ ચાર લાખ 76 હજારને પાર થઇ ચુક્યા છે. બ્રિટનમાં બહારથી આવનારા લોકો માટે 14 દિવસનો ક્વોરન્ટાઇન પિરિયડ આવતીકાલથી અમલી બની જશે. બ્રિટનમાં બે લાખ 88 હજારથી વધુ લોકો સંક્રમણનો ભોગ બની ચુક્યા છે. મૃત્યઆંક 40 હજારને પાર કરી ગયો છે. બ્રિટનના આરોગ્યમંત્રીએ કહ્યું છે કે દેશ પર જો સંક્રમણનું બીજું મોજૂ ફરી વળશે ,તો અર્થવ્યવસ્થાને ખુબ નુકસાન પહોંચાડશે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠને કોરોનાના વધી રહેલા કેસો પ્રતિ ચિંતા જાહેર કરતાં કહ્યું છે ,કે રવિવારે એક જ દિવસમાં વિશ્વમાં એક લાખ 36 હજાર કેસ સામે આવ્યા છે. તે પૈકીના, 70 ટકા કેસ અમેરિકા અને દક્ષિણ એશિયામાં ,નોંધાયા છે. વિશ્વમાં બ્રાઝિલ આ મહામારીના કેન્દ્રમાં આવી ગયું છે. સંક્રમિતોની સંખ્યાની રાહે, બ્રાઝિલ અમેરિકા પછીના બીજા ક્રમે છે.
