જળ એ જ જીવન, આજે ભૂગર્ભ જળ દિવસની ઉજવણી
Live TV
-
કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષ વર્ધને ટ્વીટ કરી ભૂગર્ભ જળના સંરક્ષણ માટે સંકલ્પ લેવા કરી અપીલ
આજરોજ ભૂગર્ભ જળ દિવસની ઉજવણી થઈ રહી છે..ત્યારે આજના દિવસે પાણીનું મહત્વ અને ભૂગર્ભ જળને વધુમાં વધુ બચાવવા અને પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવા માટે લોકજાગૃતિના કાર્યક્રમો યોજાતા હોય છે..આજે કેન્દ્રીય મંત્રી ડૉ.હર્ષવર્ધને ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે પીવાલાયક પાણીનો મુખ્ય સ્ત્રોત ભૂગર્ભ જળ છે..પૃથ્વીને તેના મૂળ સ્વરૂપે જ સંચિત રાખવામાં આપણે શક્ય તમામ પ્રયાસ કરવા જોઈએ..આજના દિવસની આ જ સાર્થકતા છે..જળ સંરક્ષણના પારંપરિક જ્ઞાનને પણ પુનઃજીવંત કરવાની જરૂરિયાત છે..આજે આપણે સૌએ જળ સંરક્ષણના સંકલ્પ લેવા જોઈએ..
