Skip to main content
Settings Settings for Dark

અમરનાથ ધામમાં ભગવાન અમરનાથની દિવ્ય આરતીનો આજથી પ્રારંભ

Live TV

X
  • અમરનાથ ધામમાં ભગવાન અમરનાથની દિવ્ય આરતીનો આજથી પ્રારંભ થયો છે. હર હર મહાદેવના જયઘોષ સાથે આજે મર્યાદિત સંખ્યામાં શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતાં.

    આ પ્રસંગે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ ગિરીશચંદ્ર મુર્મુએ પોતાના પરિવાર સાથે બાબા બર્ફાનીના દર્શન કરી પૂજા આરતી કરી હતી. આ પ્રસંગે અન્ય કેટલાંક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. કોરોના મહામારીના કારણે પૂજા અને દર્શન માટે અન્ય શ્રદ્ધાળુઓ માટે મનાઈ ફરમાવવામા આવી છે.

    જો કે, સારી વાત એ રહી કે આ પૂજાનું જીવંત પ્રસારણ ઓનલાઈન માધ્યમ દ્વારા દર્શાવવામાં આવ્યું હતું. જેથી શ્રદ્ધાળુઓએ ઘર બેઠા જ બાબા બર્ફાનીના દર્શન કર્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply