Skip to main content
Settings Settings for Dark

મુંબઈઃ દરિયો તોફાની બનતા હાઈટાઈડની સ્થિતિ, મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાં

Live TV

X
  • મુંબઈ- દિલ્હી સહિત દેશના વિવિધ રાજ્યોમાં વરસાદી માહોલ - મુંબઈનો દરીયો તોફાની બનતા હાઈટાઈડની સ્થિતિ

    છેલ્લાં ઘણાં દિવસના ઉકળાટ અને અસહ્ય બફારા બાદ રાજધાની દિલ્હીમાં મેઘરાજાની પધરામણી થઈ હતી. ભારે પવન સાથે ખાબકેલા વરસાદે દિલ્હી N.C.R.ના અનેક વિસ્તારોને, તરબોળ કરી દીધા હતાં. જેના કારણે દિલ્હીવાસીઓ ને ગરમી થી રાહત મળી હતી.

    આ તરફ મહારાષ્ટ્રમાં પણ મેઘરાજાએ પોતાની મહેર યથાવત રાખી હતી. રાજ્યના મુંબઈ, પાલઘર, થાણે , રાયગઢ, જિલ્લામાં હજી પણ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

    ઉત્તર પ્રદેશ ના અનેક જિલ્લા માં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો આસામ માં પૂર ની પરિસ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. રાજ્ય ના 33 માંથી 18 જિલ્લામાં હજી પણ પુર ની પરિસ્થિતિ છે અને આશરે 10 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે. આસામ માં અસર ગ્રસ્તો માટે 171 જેટલા રાહત અને બચાવ શિબિરો કાર્યરત કરવામાં આવી છે.

    જ્યારે રાજ્ય માં પુર અસરગ્રસ્ત વિસ્તાર માં NDRF અને SDRF દ્વારા, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. રાજ્યમાં પુરના કારણે અત્યાર સુધીમાં 37 લોકોએ જીવ ગુમાવ્યો છે. તો પૂર્વોત્તરના અન્ય રાજ્યો માં હજી પણ ભારે વરસાદ ની , હવામાન વિભાગે આગાહી કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply