અમેરિકાના સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને ટ્વીટ સંદેશથી પાઠવી શુભકામના
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ સંદેશ પાઠવતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટ સંદેશમાં ઉમેર્યુ હતું કે, દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશમાં આપણે સ્વતંત્રતા અને માનવ મૂલ્યોને મહત્વ આપીએ છીએ અને આજ મૂલ્યોને લઈને આ દિવસની ઉજવવામાં આવે છે.
