Skip to main content
Settings Settings for Dark

અવકાશ સંશોધન ક્ષેત્રમાં ISROની નવી ઉડાણ,સૌથી નાના રોકેટ SSLV-D2 લોન્ચ

Live TV

X
  • ભારતીય અંતરિક્ષ સંસ્થા ઇસરોએ આજે SSLVની બીજી વિકાસાત્મક ઉડાણ ભરી છે. શ્રીહરિકોટાથી સવારે  SSLV-D2નું પ્રક્ષેપણ કરવામાં આવ્યુ હતુ. આ સૌથી નાના  EOS-07, Janus-1 અને Azaadi SAT-2 ઉપગ્રહોને તેની 15 મિનિટની ઉડાન દરમિયાન 450 કિલો મીટરની ગોળાકાર ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કર્યો હતો. જે સફળતાપૂર્વક પાર પડ્યો હોવાનું ઇસરોની ટીમે જાહેર કર્યુ હતું. ઇસરોનું આ સૌથી નાનું રોકેટ છે. આ ઉડાણની સાથે જ અવકાસ સંશોધન ક્ષેત્રમાં ઇસરોએ નવું પગલું ભર્યું હોવાનું પણ ઇસરોના મિશન ડાયરેક્ટરે જણાવ્યું હતું.

    સ્મોલ સેટેલાઇટ લોંચ વ્હીકલ (SSLV) મિની, માઇક્રો અથવા નેનો સેટેલાઇટ (10 થી 500 કિગ્રા વજન) 500 કિમી કોપ્લાનર ઓર્બિટમાં લોન્ચ કરવામાં સક્ષમ છે. SSLV તે ત્રણ તબક્કાનું વાહન છે, જેમાં તમામ સોલિડ પ્રોપલ્શન સ્ટેજ અને લિક્વિડ પ્રોપલ્શન આધારિત વેલોસિટી ટ્રિમિંગ મોડ્યુલ (VTM) ટર્મિનલ સ્ટેજ તરીકે છે. SSLV ISROની ડિઝાઈન ડ્રાઈવર ઓછી કિંમતે, ટૂંકા ટર્ન-અરાઉન્ડ સમય, બહુવિધ ઉપગ્રહોને સમાવવા માટે સુગમતા, માંગ પર લોન્ચ થવાની શક્યતા, ન્યૂનતમ પ્રક્ષેપણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતોને પૂરી કરે છે. આ મિશનના ઉદ્દેશોમાં નીચી પૃથ્વી ભ્રમણકક્ષામાં SSLVની ડિઝાઇન કરેલ પેલોડ ક્ષમતાનું પ્રદર્શન કરવાનું અને EOS - 07 ઉપગ્રહો અને બે પેસેન્જર ઉપગ્રહ Janus-1 અને AzaadiSAT-2 450 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં મૂકવાનો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply