પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું લખનૌમાં યુપી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2023નું ઉદ્દઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશના પ્રવાસે છે. ત્યારે આજે તેમણે અહીં આજથી શરૂ થતાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમિટ નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ જગત અને પ્રતિનિધિઓને એક મંચ પર લાવશે. સાથે જ અહીં શિક્ષણવિદ્, થિન્ક ટેન્ક અને વિશ્વભરના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા છે.આ સંમેલનમાં સામૂહિક રીતે વેપારની તકોને ઓળખવા અંગે વિચાર થશે. તો આ ઉદ્ઘાટન પ્રસંગે ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા. અહીં પ્રધાનમંત્રી ઉભરતા નવા ઉત્તરપ્રદેશના MSME સેક્ટર, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ , મેક ઇન ઇન્ડિયા, બી ટ્વેન્ટી અને સ્ટાર્ટઅપ સાથે જોડાયેલી પ્રદર્શનીઓનું નિરીક્ષણ કર્યું હતું. સમારોહમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કહ્યું કે ઉત્તરપ્રદેશ વિકાસનો મહાકુંભ છે.
