આગામી 5 દિવસ દેશના પૂર્વ, ઉત્તર પૂર્વ અને પૂર્વ મધ્ય ભાગોમાં વરસાદની આગાહી
Live TV
-
દેશભરના વિવિધ ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.
દેશભરના વિવિધ ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન દેશના પૂર્વ, ઉત્તર પૂર્વ અને પૂર્વ મધ્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
આ દરમિયાન રાજસ્થાનના સીકર જિલ્લામાં દાંતા રામગઢમાં સૌથી વધુ 17 સેમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે ઝારખંડ અને ઓડિશામાં ભારે વરસાદની સંભાવના છે.
પૂર્વ ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. એટલું જ નહીં, પૂર્વ મધ્ય પ્રદેશ, ઉત્તર છત્તીસગઢ અને બિહાર, ગંગા પશ્ચિમ બંગાળ, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
